TBIL Converter – LMG to Shruti Converter, TERAFONT to Shruti Converter, LMG-TERAFONT to Shruti Word and Exel File Converter – ટી.બી.આઈ.એલ કન્વર્ટર – એલ.એમ.જી માંથી શ્રુતિમાં કન્વર્ટ, ટેરાફોન્ટ માંથી શ્રુતિમાં કન્વર્ટ
TBIL (Transliterator Between Indian Languages) એટલે કે ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવું.
અત્યારે હાલમાં દરેક સરકારી કચેરીઓમાં તથા સ્કુલ-કોલેજોમાં ગુજરાતી શ્રુતિ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
જે એક યુનિકોડ ભાષા હોવાથી કોઈ પણ કોમ્પ્યુટરમાં શ્રુતિ ભાષા નાખેલ ન હોય તો પણ તમે શ્રુતિ ભાષામાં ટાઈપ કરેલ કોઈ પણ લખાણ વાંચી શકો છો.
થોડા વર્ષો પહેલા LMG તથા TERAFONT ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
Related : How to order PVC Aadhar Card Online
LMG તથા TERAFONT ગુજરાતી ભાષા અને ગુજરાતી શ્રુતિ ભાષાને લખાણમાં ઘણો તફાવત છે.
પરંતુ ઘણીવાર એવું બને છે કે LMG તથા TERAFONT ગુજરાતી ભાષામાં ટાઈપ કરેલી Microsoft Exel કે Word ની ફાઈલ તૈયાર હોય છે અને તેને ગુજરાતી શ્રુતિ ભાષામાં ટાઈપ કરવાની જરૂરીયાત ઉભી થતી હોય છે.
જેથી બધું જ લખાણ ફરીથી ટાઈપ કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે અને મહેનત તથા સમય વેડફાતો હોય છે.
આ સમસ્યાનું સમાધાન નીચે મુજબ છે.
LMG તથા TERAFONT ગુજરાતી ભાષામાં ટાઈપ કરેલી Microsoft Exel કે Word ની ફાઈલ ને ગુજરાતી શ્રુતિ ભાષામાં ટ્રાન્સલેટ કરી શકાય છે.
તેના માટે તમારે નીચેની વેબસાઈટ ઉપરથી TBIL (Transliterator Between Indian Languages) Converter બિલકુલ ફ્રી (નિશુલ્ક) ડાઉનલોડ કરી શકાય છે.
TBIL Converter અને Net Framework 3.5 બંને સોફ્ટવેર ડાઉનલોડ કરવા જરૂરી છે તો જ સોફ્ટવેર કામ કરશે.
Step : 1
સૌ પ્રથમ તમારે કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ ચાલુ કરી ઉપર જણાવેલ વેબસાઈટ ઉપરથી TBIL Converter સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહેશે, તે વેબસાઈટ ખુલશે તેમાં થોડા નીચે જશો તો Font Tools લખેલું જોવા મળશે તેમાં TBIL Converter 32-bit 4.1 અથવા TBIL Converter 64-bit 4.1 ડાઉનલોડ કરી શકાશે.
Step : 2
TBIL Converter કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઇન્સ્ટોલ કરી લેવું.
Step : 3
ઉપર જણાવેલ વેબસાઈટ ઉપરથી Net Framework 3.5 સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું રહેશે, તે વેબસાઈટ ખુલશે તેમાં Download .NET Framework 3.5 SP1 Runtime લખેલું જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાથી Net Framework 3.5 સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાશે.
Step : 4
Net Framework 3.5 કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઇન્સ્ટોલ કરી લેવું.
Step : 5
બંને સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થયી ગયા બાદ Start Menu માં TBIL Data Converter જોવા મળશે.
Step : 6
તેના ઉપર ક્લિક કરવાથી નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. તેમાથી તમારે Microsoft Exel અથવા Microsoft Word જે પણ ફોરમેટમાં ફાઈલ ઉપલબ્ધ હોય તે ફોરમેટ સિલેક્ટ કરવાનું રહેશે.
Step : 7
ત્યાર બાદ Source Language LMG-Arun / Terafont-Varun જે ભાષામાં લખાણ લખેલ હોય તે ગુજરાતી ભાષા પસંદ કરવી અને Target Language માં Unicode- Shruti પસંદ કરવું તથા Convert Numbers અને Ignore Formating ઉપર ખરાની નિશાની કરીને NEXT ઉપર કિલીક કરવું.
Step : 8
તે પછી નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાં Add File ઉપર ક્લિક કરવું અને ફાઈલ કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ સેવ કરેલ છે તે જગ્યાએથી તે ફાઈલ સીલેકટ કરવી.
Step : 9
હવે તમને Conversion process completed લખેલું જોવા મળશે અને OK ઉપર કિલીક કરવું.
Step : 10
કોમ્પ્યુટરમાં જે જગ્યાએ તમારી ફાઈલ સેવ કરેલ હતી તે જ જગ્યાએ નવી ફાઈલ સેવ થયેલી જોવા મળશે. તમારી ફાઈલનું જે નામ હતુ તેની પાછળ TBIL_Gujarati_Shruti લખેલું જોવા મળશે.
હવે Microsoft Exel / Word માં LMG-Arun / Terafont-Varun જે ભાષામાં લખાણ લખેલ હતું તે ગુજરાતી શ્રુતિ ભાષામાં ટ્રાન્સલેટ થયેલું જોઈ શકો છો.
મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.
[…] Related : TBIL Converter – LMG to Shruti Converter, TERAFONT to Shruti Converter […]
I want to purchase TBill Data Converter 4.1 or latest version for windows 10. So kindly contact me on my mo.no. 7046781999.
Thanks for visit ! and aks your query.
But i am not owner or Seller this software, we are running this website for tutorial and tips and trick related content.
contact her software owner you can find in google.