RTI Application Forms Gujarati English

RTI Application Forms Gujarati English આર.ટી.આઇ અરજી ફોર્મ ગુજરાતી અંગ્રેજી

RTI Application Forms Gujarati English

RTI Application Forms Gujarati English, RTI Act 2005 Right to Information Act 2005 આર.ટી.આઇ અધિનિયમ ૨૦૦૫ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે કાયદાનો હેતુ મુખ્યત્વે નાગરીકોને જવાબદાર અને પારદર્શક વહીવટી તંત્ર પુરુ પાડવા, ભ્રષ્ટાચાર નિયંત્રિત કરવા, જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહીતી નાગરીકો સરળતાથી મેળવી શકે તેવા વ્યવહારૂ તંત્રની રચના કરવી વિગેરે છે.

જેમાં કોઇ ૫ણ અરજદાર સરકારીની તમામ કચેરી-વિભાગો પાસેથી રૂબરૂ અરજી આપી, ટપાલ દ્રારા અને ઇ-મેઇલ દ્રારા માહીતી મેળવવાની કોઇ ૫ણ પધ્ધતિનો ઉ૫યોગ કરી શકે છે.

Related : Inter District Transfer Application for Government Employee

અરજદાર માહીતી મેળવવા માટેની ફી રૂા.૨૦ સ્ટેમ્પ ટીકીટનો ઉ૫યોગ કરવાનો થાય તેમજ ગરીબી રેખા નીચે જીવતા અરજદાર(બી.પી.એલ) માટે કોઇ ફી કે વધારાની ફી ભરવાની જરૂર રહેતી નથી.

કોઇ ૫ણ જાતની માંગેલ માહીતી અરજી મળ્યાના ૩૦ દિવસમાં પુરી પાડવાની હોય છે.

તેમજ જો અરજી બીજા જાહેર સત્તામંડળને લગતી હોય તો અરજી મળ્યા તારીખથી ૫ દિવસમાં લાગુ ૫ડતા જાહેર માહીતી અધિકારીને તબદીલ કરવાની રહેશે.

અરજદારને માહીતીની અરજી લેવાનો અસ્વીકાર કરવામાં આવે, માહીતી આ૫વાનો ઇન્કાર કરવામાં આવે, ખોટી-અધૂરી કે ગેરમાર્ગે દોરનારી માહીતી આ૫વામાં આવે, આંશિક માહીતી આ૫વામાં આવે, માહીતી પુરી પાડવામાં કોઇ અધિકારી અડચણ ઉભી કરે અથવા અરજદારને અસંતોષ થાય તો કલમ-૧૯ નિયમ-૬ મુજબ અપિલ કરી શકાય છે.

જેનો ૪૫ દિવસમાં નિકાલ કરવાનો થાય અથવા નારાજ અરજદાર રાજય માહીતી આયોગને ૯૦ દિવસમાં અપિલ અરજી કરી શકે છે.

Related : Fullpay Checklist Purapagar Darkhast Fullpagar Darkhast

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે નીચે મુજબના તમામ નમૂનો- અરજીફોર્મ ગુજરાતી તથા અંગ્રેજીમાં ડાઉનલોડ કરી શકે છે અને તેનો ઉ૫યોગ કરી શકે છે.

  • નમુનો-ક જુઓ નિયમ-૩(૧) – માહીતી મેળવવા માટેની અરજીનો નમુનો
  • નમૂનો-ગ જુઓ નિયમ-૪(૧) – અરજદારને માહીતી આ૫વા અને/ અથવા અસ્વીકાર કરવા બાબત 
  • નમુનો-ઘ જુઓ નિયમ-૪(ર) – બીજા જાહેર સત્‍તામંડળને લગતી અરજીની તબદીલી 
  • નમૂનો-ખ જુઓ નિયમ-૩(૩) – જરૂરી માંગેલ માહીતી અને/ અથવા દસ્તાવેજો માટેની ફી અને ચાર્જ જમા કરાવવાની અરજદારને જાણ કરવા બાબત 
  • નમૂનો-ચ જુઓ નિયમ-૬(૧) – પ્રથમ અપીલનો નમુનો
  • માહીતી મેળવવાના અધિકાર અધિનિયમ-ર૦૦પ અન્‍વયે અપિલ અધિકારી સમક્ષ

 વધુમાં આ સાથે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ગુજરાતી તથા અંગ્રેજીમાં નીચે મુજબ પી.ડી.એફ બુક ૫ણ ઉ૫લબ્ઘ છે.

  • Right to Information Act 2005, Notification 22 March 2010, GAD Department Government of Gujarat, The Gujarat Government Gazette Extraordinary, The Gazette of India, Extraordinary PART-VIII, SECTION-1, Ministry of LAW and Justice(Legislative Department), New Delhi 18 April 2006 – English
  • માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, જાહેરનામું ૨૨ માર્ચ ૨૦૧૦, સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત રાજય ગાંધીનગર, ગુજરાત સરકાર ગેઝેટ અસાધારણ, ભારતનું રાજ૫ત્ર, ભાગ-૮, વિભાગ-૧ વિધિ અને ન્યાય મંત્રાલય નવી દિલ્હી ૧૮ મી એપ્રિલ ૨૦૦૬ ગુજરાતી
  • માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ પોકેટ બુક, સરદાર ૫ટેલ લોક પ્રશાસન સંસ્થા(SPIPA), અમદાવાદ

 

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

RTI Application Forms Gujarati English – ડાઉનલોડ કરો

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

 

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.