Namo Laxmi YojanaNamo Laxmi Yojana

નમો લક્ષ્મી યોજના કન્યા વિદ્યાર્થિનીઓ માટે રૂ.૫૦,૦૦૦/- ની સહાય Namo Laxmi Yojana Gujarat for Child Girl Rs.50,000/- Advantage

Namo Laxmi Yojana
Namo Laxmi Yojana

Namo Laxmi Yojana Gujarat

 

નમો લક્ષ્મી યોજના યોજના શું છે ?

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક: ED/CEF/e-file/3/2023/5297/CHH, તા.૧૨/૦૩/૨૦૨૪ થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાથિનીઓ માટે “નમો લક્ષ્મી યોજના” જાહેર કરવામાં આવેલ છે.

 

યોજનાનો મુખ્ય ઉદ્દેશ:

કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે સાથે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવા, પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તીકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રી ધ્વારા ઠરાવવામાં આવેલ છે.

 

યોજનાની પાત્રતા:

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર રહેશે.
  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯માં પ્રવેશ મેળવેલ હોય.
  • માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ ૧ થી ૮નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ ૯ માં પ્રવેશ મેળવેલ હોય.
  • જે કુટુંબની વાર્ષિક આવક રૂ.૬ લાખ કે તેથી ઓછી હોય.

 

મળવાપાત્ર સહાય:

  • દરેક વિદ્યાર્થિનીને કુલ રૂ. ૫૦,૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
  • ધોરણ ૯ અને ૧૦ ના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.
  • આ સહાય પૈકી ૯ અને ૧૦ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦/-ચૂકવવામાં આવશે.
  • જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.
  • ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.
  • આ સહાય પૈકી ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ.૭૫૦/- મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/- ચૂકવવામાં આવશે.
  • જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ સહાયની ચુકવણી ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) થી વિદ્યાર્થિનીની માતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
  • જે કિસ્સામાં વિદ્યાર્થિનીની માતા હયાત ન હોય, તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
  • શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધી સંબંધિત વિદ્યા્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૮ થી ૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધોરણ- ૯ થી ૧૨માં પ્રવેશ મેળવે, તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થિનીઓનું પાત્રતાનું ધોરણ પારા-૨માં જણાવ્યા પ્રમાણે જ રહેશે.
  • જે વિદ્યાર્થિનીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮0% નહી જળવાતી હોય તેવા વિદ્યાર્થિનીઓની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • જો કોઈ વિદ્યાર્થિની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં.
  • રિપીટર વિદ્યાર્થિનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં  આવશે નહીં.
  • જો વિદ્યાર્થિની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમાનુસાર સહાય મળવાપાત્ર રહેશે.
  • વર્ષ ૨૦૨૪-૨૫ની રિપીટર વિદ્યાર્થિનીઓને ધોરણ-૮ નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે.
  • ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ
  • ગુજરાતમાં ધોરણ 9 થી 12 સુધીની છોકરીઓને શિષ્યવૃત્તિ 13 થી 18 વર્ષની વયની છોકરીઓને.

 

નાણાકીય સહાય વિતરણ માપદંડ :

  • રૂ. 500/- દર મહિને ધોરણ 9માં 10 મહિના માટે. (કુલ રૂ. 5,000/-)
  • રૂ. 500/- ધોરણ 10માં 10 મહિના માટે દર મહિને. (કુલ રૂ. 5,000/-)
  • રૂ. 10, 000/- ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી.
  • રૂ. 750/- દર મહિને ધોરણ 11માં 10 મહિના માટે.(કુલ રૂ. 7,500/-)
  • રૂ. 750/- ધોરણ 12માં 10 મહિના માટે દર મહિને. (કુલ રૂ. 7,500/-)
  • રૂ. 15, 000/- ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી.

 

ક્રમધોરણશિષ્યવૃત્તિની રકમ (વાર્ષિક)
ધોરણ ૯૧૦,૦૦૦/-
ધોરણ ૧૦૧૦,૦૦૦/-
ધોરણ ૧૧૧૫,૦૦૦/-
ધોરણ ૧૨૧૫,૦૦૦/-
કુલ :૫૦,૦૦૦

 

વધુ માહિતી માટે સરકારશ્રીનો જી.આર વાંચો : Namo Laxmi Yojana GR

 

ધોરણ 9 પાસ કરીને ધોરણ 10 અને  અને ધોરણ 11 પાસ કરીને ધોરણ 12 ની આવેલ વિદ્યાર્થીનીઓની

Namo Laxmi Yojana

રજીસ્ટ્રેશન આધારો:

  • વિધાર્થીનીનું આધાર કાર્ડ (બંને બાજુ) (2 MB SIZE)
  • વિધાર્થીનીની માતાનું આધારકાર્ડ (બંને બાજુ) (2 MB SIZE)
  • જન્મનું પ્રમાણપત્ર (વિધાર્થીનીનું) / શાળા છોડયાનું પ્રમાણપત્ર (વિધાર્થીનીનું)
  • વિધાર્થીનીની માતાની બેંક ખાતાની વિગતો (ખાતા નં., IFSC Code, પાસબૂક અથવા કેન્સલ ચેક)
  • જો વિધાર્થીનીની માતાનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં વિધાર્થીનીની બેંક ખાતાની વિગતો Upload કરવાની રહેશે. (ખાતા નં., IFSC Code, પાસબૂક, કેન્સલ ચેક)
  • વિધાર્થીની એ ધોરણ 8 માં અભ્યાસ ખાનગી સ્વનિર્ભર શાળામા કરેલ હોય તો વાલીની છ લાખ કરતા ઓછી આવકનો સક્ષમ અધિકારીનો આવકનો દાખલો.

આજ રીતે નવા ધોરણ 9 અને 11માં પ્રવેશ પામનાર કન્યાઓના પણ આધાર મેળવી રાખવાના છે

ધોરણ નવ માં પ્રવેશ  લેનારી વિદ્યાર્થીનીઓ ધો.9 &10 માં 20,000, ધો.11 &12 માં 30000, 4 વરસમાં 50,000 ની  આર્થિક સહાય કરાશે   વિદ્યાર્થીનીના માતાના  ખાતામાં રકમ જમા  કરવામાં આવશે.

 

ગુજરાત રાજ્યની શિક્ષણ વિભાગની વેબસાઈટ : Gujarat State Education Board

Namo Laxmi Yojana Gujarat

 

Read Also : ANTEYSHTHI SAHAY FORM MARANOTTAR KRIYA SAHAY FORM અંત્યેષ્ઠી સહાય અરજી ફોર્મ મરણોત્તર ક્રિયા માટે સહાય અરજી ફોર્મ

Namo Laxmi Yojana Gujarat આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.