IFMS Case Transfer Process

આઈએફએમએસ કેસ ટ્રાન્સફર કરવા માટેની પ્રક્રિયા IFMS Case Transfer Process Step by Step

IFMS Case Transfer Process

 

IFMS Case Transfer Process – આઈએફએમએસ એટલે ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ કે જે ગુજરાત સરકારશ્રીમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓના પગારને લગતા વિવિધ કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.

 

તેના માટે કોઈ પણ સરકારી અધિકારી/કર્મચારીશ્રી કાયમી ફૂલપગારમાં સમાવેશ થયા બાદ પગારબાંધણી કરીને કેસ બનાવવામાં આવે છે તેમાં અધિકારીઓ/કર્મચારીશ્રીની પગાર તેમજ નોકરીની તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે.

 

ત્યાર બાદ અધિકારીઓ/કર્મચારીઓશ્રીના વિવિધ કામો જેવા કે ઇજાફો છોડવા માટે, સીપીએફની કપાત, ઉચ્ચતર પગારધોરણ જેવા વિવિધ કામો માટે આઈએફએમએસ ઉપર કરવાની કાર્યવાહી થાય છે.

Related : Procedure for release of Annual Increment in IFMS

હવે જો ફરજ બજાવતા કોઈ પણ અધિકારી/કર્મચારીશ્રીની બદલી એક તાલુકા/જીલ્લામાંથી બીજા તાલુકા/જીલ્લામાંથી બદલી થાય તો તેમનો કેસ જેતે તાલુકા/જીલ્લામાં ટ્રાન્સફર-તબદીલ કરવો જરૂરી છે.

 

જે પણ તાલુકા/જીલ્લામાં કેસ ટ્રાન્સફર-તબદીલ કરવાનો થાય તેનો Cardex નંબર હોવો જરૂરી છે.

 

જેના માટે નીચે જણાવેલ પગલા અનુસરવાના રહેશે.

 

Step : – 1

સૌ પ્રથમ IFMS ની વેબસાઈટ http://10.10.102.164/IFMS/login.jsp ઉપર જઈને લોગીન કરવાનું રહેશે.

 

Step : -2

ઉપરની બાજુએ મેનુમાં Worklist ઉપર માઉસ લઈ જવાથી ત્રણ ટેબ જોવા મળશે તેમાંથી ત્રીજા નંબરના Pay Fixation ઉપર માઉસ લઈ જવાથી બીજા ઘણા બધા ટેબ જોવા મળશે તેમાંથી આઠમાં નંબરના Case Transfer Utility  પર ક્લિક કરવાનું રહેશે.

IFMS Case Transfer Process1

 

Step : -3

ત્યાર બાદ નવી સ્ક્રીન જોવા મળશે તેમાં સૌથી ઉપરની બાજુએ તેમાં Search Criteria માં કેસ નંબર, જીપીએફ નંબર અથવા નામ દ્વારા જેતે કર્મચારીનો કેસ શોધી શકાશે.

IFMS Case Transfer Process2

 

Step : -3

હવે સૌથી નીચેની બાજુએ Departmental Info. નું બોક્ષ જોવા મળશે તેમાં જરૂરી તમામ વિગતો ખુબ જ સાવચેતીથી પસંદ કરવાની રહેશે.

(ખોટો કાર્ડેક્ષ નંબર અથવા કચેરી પસંદ કરવાથી બીજો કોઈ જગ્યાએ કેસ જતો રહેશે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે તે માટે ચોક્કસ વિગતો પસંદ કરવી.

IFMS Case Transfer Process3

Sr.No.FieldDetails
1District Nameજીલ્લાનું નામ
2Cardexકાર્ડેક્ષ નંબર
3Present Officeહાલ ફરજ બજાવતા હોય તે કચેરી/મુખ્ય કચેરી
4DDO Codeડી.ડી.ઓ કોડ
5Employee Nameઅધિ./કર્મચારીશ્રીનું નામ
6Screenસ્ક્રીન- Approved Case, Received Case, Transferred Case, Saved Case (હાલ જેમાં કેસ હોય તે પસંદ કરવું.
7Office Selectionજે કચેરીમાં કેસ ટ્રાન્સફર કરવાનો છે તે કચેરી/મુખ્ય કચેરી

 

તમામ વિગતો પસંદ કર્યા બાદ નીચે જણાવેલ Transfer ઉપર ક્લિક કરવાથી Case Successful Transferred નો મેસેજ જોવા મળશે.

(કન્ફર્મેશન માટે જેતે કચેરીએ તપાસ કરી લેવી.)

 

IFMS Case Transfer Process Step by Step આઈ.એફ.એમ.એસ ગુજરાત I.F.M.S , IFMS Gujarat Integrated Financial Management System, IFMS આઈએફએમએસ

 

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

2 thoughts on “IFMS Case Transfer Process Step by Step”
    1. કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જયારે કોઈ કર્મચારીનો ફૂલ પગાર થાય તે પછી IFMS માં પગાર ફીક્સેશન કરવાનું હોય છે.
      વધુ માહિતી માટે આપની કચેરીનું મહેકમ સંભાળતા કર્મચારીશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

      આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.