How to Download E-Epic Card?

How to Download E-Epic Card? ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

How to Download E-Epic Card?

 

How to Download E-Epic Card? તમારું ચુંટણીકાર્ડ પહેલા કઢાવેલ હતું અને અત્યારે ફાટી ગયું છે અથવા ખોવાઈ ગયું છે તો,

તમે તમારું ચુંટણીકાર્ડ ઓનલાઈન જાતે જ મોબાઈલ ડાઉનલોડ કરી શકો છો અથવા CSC કેન્દ્ર કે ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રથી પણ આ સેવા મેળવી શકાય છે.

ચુંટણીકાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું ? તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલ છે.

 

સૌ પ્રથમ https://voters.eci.gov.in વેબસાઈટ ઉપર જવું.

 

Step : 1

E-Epic Download ઉપર ક્લિક કરવું.

 

Step : 2

હવે તમને લોગીન માટેનું પેજ જોવા મળશે.

જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ ઉપયોગ કરો છો તો તમારે Login ની નીચે આપેલ Do not have an account ? Sign-Up ઉપર ક્લિક કરવું.

 

હવે તમને બે ઓપ્શન જોવા મળશે 1. Mobile Number અને 2. Email Address (Optional).

તેમાં આપનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે જો ઈ-મેઈલ આ.ડી હોય તો તે પણ નાખી દેવું.

ત્યાર બાદ નીચે આપેલ બોક્ષમાં જે Captcha કોડ દેખાય તે એન્ટર કરવો.

Related : How to Apply for Voter Card Voter List ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? મતદાર યાદી જોવા શું કરવુ ?

 

Step : 3

હવે આપને ૪ ઓપ્શન જોવા મળશે

First Name તમારું નામ લખવું.

Last Name અટક લખવી.

Password પાસવર્ડ લખવો.

(પાસવર્ડ યાદ રહે તેવો નાખવો અથવા તેને ફોન સેવ કરી દેવો અથવા સુરક્ષિત જગ્યાએ લખીને રાખવો.) દર વખતે આ પાસવર્ડનો ઉપયોગ કરવાનો થશે જેમાં ચૂંટણીકાર્ડના સુધારા-વધારા અને નવા ચુંટણીકાર્ડ માટે પણ આવી રીતે લોગીન કરવું પડશે ત્યારે પણ આ પાસવર્ડ નાખવાનો રહેશે.

Confirm Password : બીજી વાર પાસવર્ડ નાખવાનો રહેશે.

ત્યાર બાદ Request OTP ઉપર ક્લિક કરવું.

Step : 4

હવે આપના ફોનમાં OTP કોડ આવશે તે નાખવાનો રહેશે.

ઉપરના સ્ટેપ ફોલો કરશો એટલે તમારું નવું એકાઉન્ટ બની જશે.

હવે જયારે પણ કોઈ ચુંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવું હોય કે સુધારા-વધારા અને નવા ચુંટણીકાર્ડ માટે પણ આ જ મોબાઈલ અને પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.

Step : 5

હવે લોગીન કરવા માટે આપેલ આપના મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ એડ્રેસ અથવા તો તમારા ચુંટણીકાર્ડ નંબર નાખીને પણ લોગીન કરી શકો છો.

મોબાઈલ નંબર નાખી, તમારો પાસવર્ડ નાખી અને દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરશો એટેલે આપના મોબાઈલ ઉપર ઓ.ટી.પી કોડ આવશે તે નાખવાનો રહશે.

Step : 6

હવે તમને Download electronic copy of EPIC card લખેલું જોવા મળશે.

તેમાં I have માં EPIC no. જઈને Enter EPIC_No માં તમારો ચુંટણીકાર્ડ નંબર નાખવો.

ત્યાર બાદ આપનું રાજ્ય સિલેક્ટ કરવું. જેથી તમને તમારી વિગતો જોવા મળશે.

નીચેની બાજુએ વાદળી કલરમાં Send OTP લખેલું જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાથી આપના મોબાઈલ ઉપર ઓ.ટી.પી કોડ આપશે તે એન્ટર કરવાનો રહેશે.

Download E-Epic ઉપર કલીક કરવાથી તમારું ચુંટણીકાર્ડ ફોનમાં અથવા કોમ્પ્યુટર ડાઉનલોડ થઈ જશે.

તેની પ્રિન્ટ કોપી કાઢી લેવી અથવા મોબાઈલમાં સેવ કરી લેવું.

How to Download E-Epic Card? આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.