How to Check PM Kisan Status ?How to Check PM Kisan Status ?

How to Check PM Kisan Status ? પી.એમ કિસાન સ્ટેટ્સ કેવી રીતે ચેક કરવું ?

How to Check PM Kisan Status ?
How to Check PM Kisan Status ?

 

How to Check PM Kisan Status ?

PM Kisan(Pradhan Mantri Kisan Samman Nidhi) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ભારત સરકારશ્રીના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવાના હેતુસર વાર્ષિક રૂ.૬,૦૦૦/- રૂપિયા ત્રણ હપ્તામાં DBT દ્વારા સીધા બેંકમાં ચુકવવામાં આવે છે.

આ યોજના વર્ષ ૨૦૧૯ માં શરુ કરવામાં આવેલ છે તથા દર ચાર માસે રૂ.૨૦૦૦/- હપ્તા પેટે DBT દ્વારા લાભાર્થી/ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

પી.એમ કિસાન યોજનાનો લાભ લેવા માટે આપની જમીન જે ગ્રામ પંચાયત વિસ્તારમાં લાગતી હોય તે ગ્રામ પંચાયતમાં ઈ-ગ્રામ કેન્દ્ર ઉપર અથવા નજીકના સી.એચ.સી કેન્દ્ર ખાતેથી પી.એમ.કિસાન પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પાવતી તથા જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, ૭/૧૨ અને ૮-અ નો ઉતારો, મોબાઈલ નંબર જેવી વિગતો ગ્રામ પંચાયત કક્ષાએ જમા કરાવવાની થાય.

 

ત્યાર બાદ સબંધિત ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગને ડોક્યુમેન્ટ મોકલવામાં આવશે અને તાલુકા કક્ષાએથી ચકાસણી કરી મંજુરી માટે જીલ્લા કક્ષાએ ખેતીવાડી વિભાગને ઓનલાઈન અરજી મોકલી આપવામાં આવશે તથા જીલ્લામાંથી રાજ્ય કક્ષાએ ખેતીવાડી વિભાગને અરજી ફોરવર્ડ કરવામાં આવશે ત્યાર બાદ જો અરજદારને લાભ આપવાપાત્ર હશે તો અરજી મંજુરી કરી અરજદાર દ્વારા રજુ કરેલ બેંક ખાતા નંબરમાં DBT ધ્વારા આગામી હપ્તા દરમ્યાન સહાય ખાતામાં જમા કરવામાં આવશે.

દરેક ખેડૂતોએ eKYC કરવું ફરજિયાત છે તે માટે OTP આધારિત eKYC PMKISAN પોર્ટલ(વેબસાઈટ) જાતે તેમજ ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ કેન્દ્ર CSC કેન્દ્રો ખાતે થઈ શકશે તથા મોબાઈલ એપ્લીકેશન ઉપર પણ ઉપલબ્ધ છે અથવા બાયોમેટ્રિક આધારિત eKYC માટે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરી શકાય છે.

પી.એમ.કિસાન અંતર્ગત અરજી કરેલ હોય અને જો કોઈ કારણોસર હપ્તો ખાતામાં જમા ન થયો તે માટે ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ દ્વારા સ્ટેટસ ચેક કરી શકાય છે તે માટે ની મુજબની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

 

Step : 1

સૌ પ્રથમ પી.એમ.કિસાનની ઓફિસીયલ વેબસાઈટ https://pmkisan.gov.in ઉપર જવું

અથવા

સ્ટેટસ ચેક કરવા માટેની લીંક https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx ઉપર જવું

How to Check PM Kisan Status ?

Step : 2

વેબસાઈટ ખુલ્યા બાદ અંગ્રેજીમાં Know Your Status લખેલું જોવા મળશે તેની ઉપર ક્લિક કરવું.

How to Check PM Kisan Status ?

Step : 3

હવે Enter Registration No. એવું લખેલું જોવા મળશે તેમાં જેતે સમયે ઓનલાઈન કરેલ અરજીનો નંબર દાખલ કરી Captcha Code નાખીને Get OTP ઉપર ક્લિક કરતા તમારા ધ્વારા આપવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર OTP Code આવશે તે મોબાઇલમાં ચેક કરી અહિયાં દાખલ કરવો.

How to Check PM Kisan Status ?

જો આપને આપનો રજીસ્ટ્રેશન નંબર ખબર ન હોય તો ઉપર બતાવેલ Know Your Registration No. ઉપર કિલક કરવું.

ત્યાર બાદ Search By ઓપ્શનમાં Mobile Number અથવા તો Aadhaar Number પસંદ કરવો અને નંબર નાખી Captcha Code નાખ્યા બાદ Get Mobile OTP ઉપર ક્લિક કરવું, મોબાઇલ નંબર ઉપર OTP Code આવશે તે મોબાઇલમાં ચેક કરી અહિયાં દાખલ કરવો.

ત્યાં આપને તમામ વિગતો જોઈ સહાય છે કે DBT, e-KYC, Aadhar Seedng, Land Seeding કરેલ છે કે કેમ ? જો કરેલ હોય તો YES લખેલું બતાવશે અને જો બાકી હશે તો No લખેલું જોવા મળશે.

વધુમાં કઈ તારીખે કયા ખાતા અને અને કયો હપ્તો બેંકમાં જમા થયો છે અને ત્યાર સુધી કેટલા હપ્તા જમા થયા છે તેની તમામ વિગતો જોઈ શકાય છે.

 

PM Kisan e-KYC : ઈ કે.વાય.સી કેવી રીતે કરવું તેની માહિતી :

https://pmkisan.gov.in/Documents/Note-on-Modes-and-processes-of-ekyc-13th-Nov-Gujarati.pdf

 

Android Application : મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટેની લીંક :

https://play.google.com/store/apps/details?id=com.nic.project.pmkisan&hl=en_IN&gl=US

 

More Info: પી.એમ.કિસાન અંગેની વધુ માહિતી જાણવા માટે :

https://agri.gujarat.gov.in/pm-kisan.htm

 

Application Form :

https://drive.google.com/file/d/1Ric49QT4K8H98U1jfi2htsPJ22Wn0IwR/view?usp=sharing

 

Helpline: સહાયતા માટે

PM Kisan Yojana Helpline number- 155261

Toll-free Number- 1800115526, 011-23381092, 011-24300606

Official email ID- pmkisan-ict@gov.in

 

For Latest Updates :

Twitter :

https://twitter.com/pmkisanofficial

 

Instagram :

https://www.instagram.com/pmkisanofficial

 

How to Check PM Kisan Status ?

FAQ(Frequently Asked Questions) વાંરવાર પૂછવામાં આવતા પ્રશ્નો :

 

Question -1 પી.એમ.કિસાન યોજનાનો લાભ લેવા માટે નવી અરજી કયા કરવી ?

Answer : પી.એમ.કિસાન પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકાય છે તે માટે નજીકના CSC સેન્ટર અથવા જેતે ગ્રામ પંચાયત ખાતેથી અરજી કરી શકાય છે.

Question -2 પી.એમ.કિસાન યોજનાની નવી અરજી કરવા માટે ક્યાં ડોકયુમેન્ટસ જોડવા પડે ?

Answer : આધારકાર્ડ, જમીનના ૭/૧૨ અને ૮-અ નો ઉતારા, આધાર સાથે લીંક કરેલ મોબાઈલ નંબર, બેંક ખાતા પાસબુક.

Question -3 પી.એમ.કિસાન સ્ટેટ્સ ચેક કરવા શું કરવું ?

Answer : પી.એમ.કિસાનની ઓફિસીયલ લીંક https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx ઉપર જવું.

Question -4 પી.એમ.કિસાન e-KYC કરવા માટે શું કરવું ?

Answer : OTP આધારિત eKYC PMKISAN પોર્ટલ(વેબસાઈટ) ઉપર અને ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ કેન્દ્ર અથવા CSC કેન્દ્રો ખાતે થઈ શકશે તથા મોબાઈલ એપ્લીકેશનની પણ થઈ શકશે.

Question -5 પી.એમ.કિસાન આધાર લીંક કરવા માટે શું કરવું ?

Answer : આધાર કેન્દ્ર ખાતે જઈ મોબાઈલ નંબર એડ કરાવવો અને બેંકમાં જઈ મોબાઇલ નંબર લીંક કરાવવો.

Question -6 પી.એમ.કિસાન DBT કરવા માટે શું કરવું ?

Answer : D.B.T કરવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને આધાર સાથે લીંક કરેલ મોબાઈલ સાથે લઈને જેતે બેંકમાં જવાનું રહેશે.

Question -7 પી.એમ.કિસાન Land Seeding કરવા માટે શું કરવું ?

Answer : તાલુકા પંચાયત ખાતે ખેતીવાડી વિભાગ(ગ્રામસેવક) ને બેંકના ઉતારા અને કરેલ અરજીની નકલ સાથે સંપર્ક કરવો.

Question -8 પી.એમ.કિસાન સહાયતા માટેનો Helpline નંબર કયો છે ?

Answer : Helpline Number- 155261, Toll-free Number- 1800115526, 011-23381092, 011-24300606

 

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.