Gujarati Input Tools – ગુજરાતી ઈનપુટ ટૂલ્સ
ગુજરાતી ઈનપુટ ટૂલ્સ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટે વપરાતું સોફ્ટવેર છે.
ઘણી વાર એવું બનતું હોય છે કે કોમ્પ્યુટરમાં આપણને અંગ્રેજી લખતા તો આવડે છે પરંતુ ગુજરાતી લખતા ફાવતું નથી તો શું કરવું ?
ઘણી એવું પણ બનતું હોય છે કે ગુજરાતી લખતા પણ આવડતું હોય છે પરંતુ કોમ્પ્યુટરમાં ગુજરાતી શ્રુતિ ભાષા માટેનું સોફ્ટવેર નાખેલ ન હોય તો ગુજરાતી લખી શકાતું નથી.
જેથી આપણે પણ ગુગલમાં અને યુટ્યુબ વિગેરે જગ્યાએ શોધવું પડે તે માટે અમે આ સમસ્યા દુર કરવા માટે આ માહિતી લાવ્યા છીએ.
તમારે કોઈ પણ જગ્યાએ શોધવાની જરૂર નથી.
બીજી ઉપયોગી માહિતી વાંચો : ILOVEPDF All in one PDF Tools Online
સરકારશ્રીની દરેક કચેરીઓમાં પણ ગુજરાતી શ્રુતિ ભાષા વાપરવામાં આવે છે.
તેના માટે કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર આવે છે તેનું નામ છે ગુજરાતી ઈનપુટ ટૂલ્સ.
(જેનાથી કોમ્પ્યુટરમાં ગુજરાતી શ્રુતિ ભાષામાં લખી શકાય છે.)
અહિયાથી ગુજરાતી ઈનપુટ ટૂલ્સ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો. http://rajbhasha.net/drupal514/google+input+tool+offline+full+installer+all+languages
જે નીચે મુજબ જોઈ શકાય છે.
Step : 1
ત્યાર બાદ I’m not a robot ઉપર click કરી submit કરી દેવું, જેથી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે.
Step : 2
ત્યાર બાદ આ મુજબ સ્ક્રીન દેખાશે તેને ડબલ click કરી ઇન્સ્ટોલ કરી દેવું.
Step : 3
ત્યાર બાદ Control Panel માં જવું.
Step : 4
Control Panel માં તમને Language ઓપ્શન દેખાશે તેની ઉપર click કરવું.
Step : 5
ઇન્સ્ટોલ કર્યા બાદ ગુજરાતી દેખાશે તેની બાજુમાં ઓપ્શન દેખાશે તેની ઉપર click કરવું.
Step : 6
input method દેખાશે તેમાં જઈ Gujarati Input Tools ઉમેરી દેવું.
Step : 7
ત્યાર બાદ Microsoft Office Word ખોલવું તે પછી Alt & Shift એક સાથે દબાવવાથી ગુજરાતી ભાષા એક્ટીવ થઈ જશે.
Step : 8
ગુજરાતી ઈનપુટ ટૂલ્સ સોફ્ટવેરમાં તમે અંગ્રેજીમાં જેવી રીતે લખશો તેવી જ રીતે ગુજરાતીમાં લખી શકાય છે. ઉદાહરણ તરીકે : Bhaarat Maro Desh che – ભારત મારો દેશ છે.
જો તમોને આ વેબસાઇટ ઉ૫યોગી થઇ હોય અને સારી લાગી હોય તો બીજા મિત્રોને ૫ણ લાભ લેવા આ માહીતી તેમને Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.