Gramsabha Data Entry in Panchayat Nirnay Mobile Application પંચાયત નિર્ણય મોબાઈલ એપ્લીકેશન ઉપર ગ્રામસભાની ડેટાએન્ટ્રી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Gramsabha Data Entry in Panchayat Nirnay Mobile Application
What is Panchayat Nirnay ? પંચાયત નિર્ણય શું છે ? Gramsabha Data Entry in Panchayat Nirnay Mobile Application
PANCHAYAT NIRNAY PORTAL – National Initiative for Rural India to Navigate, Innovate and Resolve Panchayat Decisions
તમામ પ્રકારની મીટિંગોનું સંચાલન કરવા માટે વન સ્ટોપ શોપ તરીકે સેવા આપવા માટેનું એમ-ગવર્નન્સ પ્લેટફોર્મ છે. Panchayat NIRNAY એ સિટીઝન એન્ગેજમેન્ટ મોબાઈલ પ્લેટફોર્મ છે જીઓ ટૅગ કરેલા અને જીઓ ફેન્સ્ડ ફોટા અને વિડિયો દ્વારા તમામ મીટિંગોના સતત સોશિયલ ઑડિટની સુવિધા માટે ઉપયોગ કરવામાં આવે છે.
પંચાયત નિર્ણય રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ છે તે ગ્રામસભાઓની એજન્ડા-તારીખ નક્કી કરવા અને નાગરિકોને મિટિંગના કાર્યસૂચિ સાથે સભાઓમાં હાજરી માટે અને પંચાયતમાં યોજાયેલ ગ્રામસભાના નિર્ણયોનું રેકોર્ડિંગ કરવા તથા આ અંગેની પારદર્શિતા અને મેન્યુઅલ પ્રક્રિયાને બદલીને સંપૂર્ણ સ્વચાલિત ઓનલાઈન વર્કફ્લોની સુવિધા આપે છે તથા પંચાયત નિર્ણયનો પ્રાથમિક ઉદ્દેશ્ય ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો છે.
સભાઓના ફોટોગ્રાફ્સ/વીડિયો ક્લિપ્સ અને તેનું પ્રોસિડીંગ નિર્ણય એપ પર અપલોડ કરવા ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય ઘ્વારા સૂચનાઓ આપેલ છે.
Who can use Panchayt Nirnay ? પંચાયત નિર્ણય નો ઉપયોગ કોણ કરી શકે ?
ગામના લોકો- નાગરીકો, ગ્રામ પંચાયતના સચિવ/સરપંચ અને તાલુકા પંચાયત/જિલ્લા પંચાયત તથા ફેસિલિટેટર્સ વિગેરે.
પંચાયત નિર્ણય મોબાઈલ એપ્લીકેશન ઉપર ગ્રામસભાની ડેટાએન્ટ્રી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે.
Step:1
સૌ પ્રથમ આપના ફોનમાં ગુગલ પ્લેસ્ટોર ઉપર જઈ Panchayat Nirnay સર્ચ કરી અને ફોનમાં ઇન્સ્ટોલ કરી દેવી.
Step:2
ઇન્સ્ટોલ થયા બાદ એપ્લીકેશન ઓપન કરવી હવે આપને ભાષા પસંદ કરવાનું પૂછવામાં આવશે તેમાં English પસંદ કરી Next ઉપર ક્લિક કરવું.
Step:3
હવે આપને સૂચનાઓ જોવા મળશે તે વાંચવી અથવા Skip ઉપર ક્લિક કરવું.
Step:4
હવે એક એરો જોવા મળશે તેના ઉપર ક્લિક કરવું.
Step:5
હવે આપને ફોનમાં લોકેશન ચાલુ કરવાનું પૂછવામાં આવશે તેમાં While using the App ઉપર ક્લિક કરવું.
Step:6
લોકેશન પરમીશન પૂછવામાં આવે તો OK પર ક્લિક કરવું.
Step:7
હવે યુઝર અને પાસવર્ડ નાખી લોગીન કરવાનું રહેશે/( ગ્રામ પંચાયતના eGram Swaraj ના યુઝર અને પાસવર્ડનો ઉપયોગ કરવો.)
Step:8
લોકેશન એક્યુરેસી માટે પૂછવામાં આવે તો Turn on વિકલ્પ પસંદ કરવો.
Step:9
હવે મીટીંગ નોટીસ મેનેજમેન્ટમાં જઈને Schedule New Meeting ઉપર ક્લિક કરી મીટીંગની તારીખ,સમય,વિષય(કાર્યસુચી/એજન્ડા) વિગેરે વિગતો એન્ટર કરી Meeting Schedule કરવી.
Step:10
ત્યાર બાદ મીટીંગ ફોટો મેનેજમેન્ટમાં જઈને Capture Meeting Photo ઉપર ક્લિક કરી ચાલુ(લાઈવ) મીટીંગ/ગ્રામસભાનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવો.
તે પછી મીટીંગ વિડીઓ રેકોર્ડીંગ મેનેજમેન્ટમાં જઈને Record Meeting Video ઉપર ક્લિક કરી ચાલુ(લાઈવ) મીટીંગ/ગ્રામસભાનો વિડીઓ અપલોડ કરવો.
Read Also : How to open an account in NPS Vatsalya Yojana, which documents to attach? How much return?
Panchayat Nirnay Application Video Tutorials:
Download Panchayat Nirnay Mobile Application:
https://play.google.com/store/apps/details?id=com.gsnirnay.app
Panchayat Nirnay Official Website:
https://meetingonline.gov.in/homepage
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.