Create e-Shram card yourself

Create e-Shram card yourself in just 5 minutes માત્ર 5 મિનિટમાં જાતે ઈ-શ્રમ કાર્ડ બનાવો

Create e-Shram card yourself

 

Create e-Shram card yourself

ઇ-શ્રમ કાર્ડ શું છે ?

ઇ-શ્રમ એ શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ અસંગઠિત કામદારોનો વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ છે. તેનો પ્રાથમિક હેતુ સમગ્ર દેશમાં અસંગઠિત ક્ષેત્રના કામદારોને કલ્યાણ લાભો અને સામાજિક સુરક્ષાના પગલાંની ડિલિવરીની સુવિધા આપવાનો છે. પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય અસંગઠિત કામદારોની નોંધણી અને ઓળખ કાર્ડ આપવાનો છે, જેથી તેઓ વિવિધ સરકારી યોજનાઓ, લાભો અને સેવાઓને વધુ કાર્યક્ષમતાથી મેળવી શકે.

ઇ-શ્રમ કાર્ડના ઉદ્દેશ્યો

૧. બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, ગીગ અને પ્લેટફોર્મ કામદારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો વગેરે સહિત તમામ અસંગઠિત કામદારો (UWs)નો કેન્દ્રિય ડેટાબેઝ બનાવવો.

૨. અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા સેવાઓની અમલીકરણ કાર્યક્ષમતામાં સુધારો કરવો.

૩. રજિસ્ટર્ડ અસંગઠિત કામદારોના સંબંધમાં વિવિધ હિસ્સેદારો જેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના મંત્રાલયો/વિભાગો/બોર્ડ્સ/એજન્સીઓ/સંસ્થાઓ API દ્વારા તેમના દ્વારા સંચાલિત વિવિધ સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓની ડિલિવરી માટે માહિતીનું આદાનપ્રદાન.

૪. સ્થળાંતરિત અને બાંધકામ કામદારોને સામાજિક સુરક્ષા અને કલ્યાણ લાભોની પોર્ટેબિલિટી.

કેન્દ્ર અને રાજ્યને વ્યાપક ડેટાબેઝ પૂરો પાડવો

૫. ભવિષ્યમાં COVID-19 જેવી કોઈપણ રાષ્ટ્રીય કટોકટીનો સામનો કરવા માટે.

ઇ-શ્રમ કાર્ડ  માટે કોણ નોંધણી કરાવી શકે છે?

  • અસંગઠિત કાર્યકર (UW).
  • ઉંમર 16-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • EPFO/ESIC અથવા NPS સભ્ય ન હોય તેવા વ્યક્તિ.
ઇ-શ્રમ કાર્ડ માટે અસંગઠિત કામદાર કોણ છે?

કોઈપણ કામદાર કે જે ઘર આધારિત કામદાર છે, સ્વ-રોજગાર કરે છે અથવા અસંગઠિત ક્ષેત્રમાં વેતન કામદાર છે, જેમાં સંગઠિત ક્ષેત્રમાં કામદાર છે જે ESIC અથવા EPFO ​​ના સભ્ય નથી તે અસંગઠિત કામદાર કહેવામાં આવે છે.

ઇ-શ્રમ કાર્ડની નોંધણી માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ?

૧. આધાર નંબર

૨. મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરેલ છે.

૩. IFSC કોડ સાથે બચત બેંક એકાઉન્ટ નંબર.

ઇ-શ્રમ કાર્ડ કઈ જગ્યાએથી મેળવી શકાય ?
  • ઈ-શ્રમ ની ઓફિસીયલ વેબસાઈટ પોર્ટલ ઉપરથી( ઘરે બેઠા મોબાઇલ અથવા કોમ્પ્યુટર ધ્વારા જાતે બનાવી શકાય છે.
  • નજીકના CSC કેન્દ્ર ખાતેથી.
  • ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી

 

Read Also : Create your ABHA card yourself in just 5 minutes

ઈ-શ્રમ કાર્ડ જાતે કેવી રીતે બનાવવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Create e-Shram card yourself in just 5 minutes

Step:1

સૌ પ્રથમ ઇ-શ્રમ કાર્ડ કાઢવા માટે ઓફિસીયલ વેબસાઈટ https://eshram.gov.in ઉપર જવું. ( ગુગલમાં સર્ચ કરવું અથવા ઉપર દર્શાવેલ એડ્રેસ ઉપર જવું.)

Create e-Shram card yourself

Step:2

ઇ-શ્રમ ની વેબસાઈટ ઉપર જશો એટલે જમણી બાજુએ REGISTER on eShram લખેલું જોવા મળશે તેની ઉપર ક્લિક કરવું.

Create e-Shram card yourself

Step:3

હવે રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલશે તેમાં આપનો મોબાઇલ નંબર એન્ટર કરવો(આધાર સાથે ફરજીયાત લીંક હોવો જોઈએ.) હવે તમે EPFO-ESIC ના સભ્ય ન હોય તો બંને ઓપ્શનમાં NO ઉપર ટીક કરવું.( પી.એફ કપાતું હોય તેને લાભ મળવાપાત્ર નથી.) ત્યાર બાદ Send OTP ઉપર ક્લિક કરવું.

Create e-Shram card yourself

Step:4

હવે બીજો ઓપ્શન ખુલશે તેમાં આપનો આધારકાર્ડ નંબર દાખલ કરવો. ત્યાર બાદ નીચે ત્રણ ઓપ્શન જોવા મળશે 1. Fingerprint 2. Iris 3. OTP તેમાંથી ત્રીજા નંબરનો OTP વાળો ઓપ્શન પસંદ કરવો હવે બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરવો ત્યાર પછી I agree to the terms & conditions ઉપર ટીક કરી submit કરી દેવું.

Create e-Shram card yourself

Step:5

હવે એક ફોર્મ ખુલશે તેમાં તમારા આધારકાર્ડની તમામ વિગતો જોવા મળશે( જેવું કે નામ, જન્મ તારીખ, સરનામું, જીલ્લો, રાજ્ય, પીનકોડ, આધાર સાથે લીંક બેંકની વિગતો વિગેરે.) તેમાં નીચે જમણી બાજુએ Continue To Enter Other Details ઉપર ક્લિક કરવું.

Create e-Shram card yourself

Step:6

ત્યાર પછી બધી વિગતો જોવા મળશે તેની નીચે Declaration જોવા મળશે તેમાં I Undertake that ઉપર ક્લિક કરી submit કરી દેવું.

Create e-Shram card yourself

Step:7

હવે તમને તમારું ઈ-શ્રમ કાર્ડ જોવા મળશે તેની PDF ફાઈલ ડાઉનલોડ કરીને સાચવી શકો છો તેમજ પ્રિન્ટ પણ મેળવી શકો છો. (રંગીન પ્રિન્ટ કઢાવી લેમીનેશન કરાવી લેવું.)

Create e-Shram card yourself

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.