CPF Deduction Monthly in IFMS

સી.પી.એફ ની આઈ.એફ.એમ.એસ ઉપર દર માસે ઓનલાઈન કપાત કરવા માટેની પધ્ધતિ

CPF Deduction Monthly in IFMS

 

CPF Deduction Monthly in IFMS પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નવ વર્ધિત પેન્શન યોજના હેઠળ કાયમી પેન્શન ખાતા નંબર ફાળવવામાં આવે છે તથા નાણા વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૩ ના પરિપત્રના પારા નંબર-૫ મુજબ PRAN Number/ PRAN Kit મળેથી કપાત કરવાની થાય છે.

સરકારશ્રીના નાણા વિભાગના તા. ૦૬-૦૬-૨૦૦૫ ના ઠરાવ કમાંક : નપન-૨૦૦૩-જીઓઆઈ-૧૦-પી, ની માર્ગદર્શક સુચના અન્વયે નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીશ્રીઓ માટે કાયમી પેન્શન ખાતા નંબર(PPA Number) જરૂરી ફોર્મ (પરિશિષ્ટ-ર(ક) ના અનુસંધાને કાયમી પેન્શન નંબર કાળવણી કરી તે નંબર દર્શાવી સબંધિત કચેરીને મોકલી આપવામાં આવે છે.

સરકારશ્રીના નાણા વિભાગના ઠરાવ કમાંક: નપન /૧૦૨૦૧૧/ડી/૨૪૫ /પી(પા.ફા-૧), તા.૨૯/૧૦/૨૦૨૨ થી રાજય સરકારના તા.૦૧/૦૪/૨૦૦૫ કે ત્યારબાદ નવી વર્ધિત પેન્શન યોજના(NPS) હેઠળ નિયમિત નિમણૂક પામેલ અધિકારી/કર્મચારીશ્રીઓની કપાત સામે સમાન સરકારી ફાળો આપવાનું આથી ઠરાવવામાં આવેલ છે તેમજ મૂળ પગાર + મોંધવારી ભથ્થા ની ૧૦% રકમ ફરજિયાત કપાત કરવાની જોગવાઇ છે.

જે અંતર્ગત અધિકારી/કર્મચારીશ્રીઓની સી.પી.એફ ની કપાત કરવા માટે IFMS ઉપર દર માસે નીચે મુજબની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે.

 

Step : 1 

સૌ પ્રથમ IFMS ની વેબસાઈટ http://10.10.102.164/IFMS/login.jsp ઉપર જવું. (આ વેબસાઈટ ફક્ત GSWAN કનેક્ટિવિટી ધરાવતા કોમ્પ્યુટરમાં જ ખુલશે)

હવે આપને આપવામાં આવેલ UserName અને Password થી લોગીન કર્યા બાદ નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે.

તેમાં Worklist  > DPPF  > NPS Schedule ઉપર ક્લિક કરવું.

Step : 2  

હવે નીચે મુજબ સ્ક્રીન જોવા મળશે તેમાં Last Schedule No. દાખલ કરવો(દા.ત-SCH/7/2023/123456 નાખી Search ઉપર ક્લિક કરવું.

તેમાં આપનો District અને Treasury/PAO કચેરી તેમજ Year અને Month પસંદ કરવો ત્યાર બાદ Major Head વિગેરે પસંદ કરવાનું રહેશે.

ત્યાર બાદ DP% માં ૫૦% અને DA% માં હાલની મોઘવારીની ટકાવારી નાખવાની રહેશે (દા.ત-42) તે પછી PPA No. નાખી Search ઉપર ક્લિક કરવાથી જેતે કર્મચારીનું નામ જોવા મળશે તેમાં તેમનો બેઝીક પગાર નાખવો, ગ્રેડ પે પસંદ કરવો, મોઘવારીના ટકા પસંદ કરી Save ઉપર ક્લિક કરી દેવું તે પછી તમને Schedule No. જોવા મળશે (દા.ત-SCH/7/2023/123456) તે નંબર સાચવીને રાખવો.

આવતા માસમાં પણ આ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે અને આ નંબરથી જ રીપોર્ટ એટલે કે માસની કેટલી કપાત કરવામાં આવી તેનું શિડયુલ કાઢી શકાશે.

Step : 3     

તેમાં Reports  > DPPF  > ANNEXURE III Schedule ઉપર ક્લિક કરવું. હવે જેતે સમયે Save કર્યા પછી Schedule No. આવ્યો હતો તે નંબર અહિયાં નાખવાનો રહેશે.

Schedule No. નાખી Search ઉપર ક્લિક કરવું તમામ વિગતો ઓટોમેટિક આવી જશે. હવે Generate Report ઉપર ક્લિક કરવું. પ્રિન્ટ કાઢીને ફાઈલ કરવી.

CPF Deduction Monthly in IFMS આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.