AgriStack Farmer Registry Aadhar to Land Link Process Step by Step

એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી આધારથી જમીન લીંક પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ

AgriStack Farmer Registry Aadhar to Land Link Process Step by Step

 

એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી એટલે શું ? ફાર્મર આઈડીની નોંધણી શું છે ?  

AgriStack Farmer Registry Aadhar to Land Link Process Step by Step કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોના મહેસૂલ અને કૃષિ વિભાગોના સહયોગથી ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડીની નોંધણી શરૂ કરવામાં આવી છે. 

ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ખેડૂતોની રજિસ્ટ્રીને એક ડિજિટલ ID આપવામાં આવે છે, જે ખેડૂતોની જમીનના રેકોર્ડ અને આધાર સાથે જોડાયેલ છે. AgriStack એ ટેક્નોલોજી અને ડિજિટલ ડેટાબેઝનો સંગ્રહ છે.

Agristack એ તમામ ખેડૂતોની માહિતી જેમાં તેમની ખેડૂત તરીકેની ઓળખ, જમીનના રેકોર્ડ, આવક, વીમો, લોન, ખેડૂતોની નોંધણી, ભૂ-સંદર્ભિત ગામ નકશા,પાક વાવણી રજીસ્ટ્રી, પાકની વિગતો વિગેરેનો સમાવેશ થાય છે. 

દરેક ખેડૂત પાસે એક ડિજિટલ ઓળખ (ખેડૂત ID) હશે જેમાં વ્યક્તિગત વિગતો, તેઓ જે જમીન પર ખેતી કરે છે તેની માહિતી તેમજ ઉત્પાદન અને નાણાકીય વિગતો સમાવેશ થાય છે. દરેક ID વ્યક્તિના ડિજિટલ રાષ્ટ્રીય ID આધાર સાથે લિંક કરવામાં આવશે.

એગ્રી સ્ટેકનો ઉદ્દેશ્ય ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા માટેનું આયોજન માટે સસ્તી ધિરાણ, ઉચ્ચ-ગુણવત્તાવાળા ફાર્મ ઈનપુટ્સ, ચોક્કસ સલાહ અને બજારોમાં વધુ માહિતગાર અને સરળ બનાવવાનો હેતુ છે. જમીનના રેકોર્ડ, પશુધનની માલિકી, વાવેલા પાકો અને મેળવેલા લાભો સહિત વિવિધ ખેડૂત-સંબંધિત ડેટા સાથે લિંક કરવામાં આવશે.

ખેડૂતો માટેની અલગ અલગ સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) – ખેડૂતો માટે આવક સહાયક યોજના, બાગાયતના સંકલિત વિકાસ માટેનું મિશન (MIDH), રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY), પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના – પાક વીમા માટે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) – સૂક્ષ્મ સિંચાઈ વગેરે માટે ખુબ જ ઉપયોગી થશે.

ખેડૂતો માટે ખેતીની સેવાઓ અને લાભો મેળવવા માટે ડિજિટલ પ્રમાણીકરણ, ઉન્નત કાર્યક્ષમતા અને પારદર્શિતા, પાક નકશાનું નિર્માણ અને દેખરેખ, સિંચાઈ માટે અનુરૂપ સલાહકારી સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે.

એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી આધારથી જમીન લીંક કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ 

Step:1 સૌ પ્રથમ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj વેબસાઈટ ઉપર જવું.

Step:2 ત્યાર બાદ Farmer ઉપર ક્લિક કરી અને Create New User Account ઉપર જવું.

AgriStack Farmer Registry Aadhar to Land Link

Step:3 હવે Enter Your Aadhar Number ના બોક્ષમાં આપનો ૧૨ આંકડાનો આધારકાર્ડ નંબર દાખલ કરવો અને Submit બટન ઉપર ક્લિક કરવું.

AgriStack Farmer Registry Aadhar to Land Link

Step:4 તે પછી આપના આધાર સાથે લીંક હોય તે મોબાઈલ ઉપર OTP કોડ આવશે તે દાખલ કરવો.

Step:5 ત્યાર બાદ આપનો મોબાઈલ નંબર દાખલ કરવો તે નંબર ઉપર OTP કોડ આવશે તે દાખલ કરવો.

Step:6 હવે તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે( જેનો ઉપયોગ કરી આપ આપની અરજીની સ્થિતિ જાણી શકશો.) 

Step:7 તે પછી આપના મોબાઇલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી લોગીન કરવું.

Step:8 લોગીન થયા બાદ આધારકાર્ડ મુજબના ખેડૂતની સરનામાંની વિગતો જોવા મળશે.

Step:9 નીચેની બાજુએ Land Details માં જઈ Owner પસંદ કરી Occupation Details માં બંનેમાં ટીકમાર્ક કરવાના રહેશે. 

Step:10 તે પછી Fetch Land Details ઉપર ક્લિક કરી આપનો જમીનનો સર્વે નંબર દાખલ કરવો અને નામ પસંદ કરવું તથા સર્વે નંબર સામેના બોક્ષમાં ટીકમાર્ક કરી સબમિટ ઉપર ક્લિક કરવાથી વિગતો જોવા મળશે. 

Step:11 ત્યાર બાદ Fetch થયેલ સર્વે નંબર Name Match Score માં 100% સ્કોર ચેક કરવો આધાર મુજબ ગુજરાતીમાં નામ લખવું અને તે પછી જીલ્લા, તાલુકો અને ગામ પસંદ કરી Verify All Land Details ઉપર ક્લિક કરવું.

Step:12 હવે આપેલ બંને બોક્ષમાં ટીકમાર્ક કરી Save કરી Proceed to e-Sign ઉપર ક્લિક કરી સબમિટ આપી દેવું.

 

એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી ધ્વારા આધારથી જમીન લીંક કરવા માટે પ્રક્રિયા પૂર્ણ થશે તથા એક PDF ફાઈલ જોવા મળશે તેમાં તમામ વિગતો જોઈ શકાય છે તથા ગ્રામ પંચાયત ધ્વારા એપ્રુવ આપેલ છે કે બાકી છે તે જોઈ શકાય છે. 

Read Also : Rationcard ekyc process step by step

 

Farmer Registry Gujarat Portal

https://gjfr.agristack.gov.in/farmer-registry-gj

 

Android Application – Farmer Registry Gujarat

https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry&pli=1

 

Official Website

https://agristack.gov.in

 

Farmer Registry – Technical, Administrative clarifications https://agristack.gov.in/assets/registries/farmerRegistry/farmer_registry_faqs.pdf

 

Find More Details here.

 

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.